ઉત્તર કોરિયાએ બુધવારે એક પછી એક ૧૦ જેટલી મિસાઇલો છોડી હતી જેમાંથી એક દક્ષિણ કોરિયાની જળસીમામાં પડી હતી. આ ઘટનાના દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિએ સીમાનું ઉલ્લંઘન જણાવી આક્રમણ ઠેરવ્યું હતું અને પોતાના દેશના એક પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું
દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ યુંગ સુક યોલે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ પગલાં આક્રમણ સમાન છે અને તેમણે ઉલ્લેંગડું પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું.