કાશ્મીરના ગુલમર્ગ ખાતે તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સુધી નીચે ગગડી જવાની સાથે ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ વધુ આકરી બની છે. આવા સમયે હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધીમાં કાતિલ શીત લહેરની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસમાં પારો સરેરાશ કરતાં બેથી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ આગામી બે દિવસમાં શીત લહેરની અસર જોવા મળશે. ગુજરાતમાં નલિયા ૩.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. ઓડિશાના કાશ્મીર ગણાતા દરિંગબાડીમાં પણ તાપમાન ઘટીને ૭ ડિગ્રી થયું હતું.