બિપરજોય વાવાઝોડાની વ્યાપક અસર કચ્છ બાદ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થઈ છે. ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં એક ઈંચથી ૯ ઈંચ સુધી ખાબકેલા વરસાદને કારણે સર્વત્ર ખાનાખરાબી સર્જી છે. ગુરુવારે મધરાતથી શનિવાર સાંજ સુધીમાં વડગામમાં સૌથી વધુ ૧૩ ઈંચ અને ધાનેરામાં ૧૨ ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, આજે મેઘરાજા સૌથી વધુ મન મૂકીને વરસ્યા હતા.