ગુજરાતમાં અનુસુચિત જાતીના લોકો છૂત અછૂતની માનસિકતાથી કંટાળીને બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર સુરેન્દ્રનગરના બૌધિ બૌદ્ધ વિહારમમાં 12માં બૌદ્ધ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મહોત્સવમાં 20 જેટલા અનુસુચિત જાતીના લોકોને ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. આ લોકોનું ધર્મ પરિવર્તન કરવા બાબતે કહેવું છે કે, તેઓને સમાજના યોગ્ય માન સન્માન મળતું નથી અને તેઓને વારંવાર અપમાનિત કરવાના બનાવો બનતા હોવાના કારણે તેઓ સ્વમાનથી જીવી શકતા નથી.
મહેસાણા જિલ્લામાં અનુસુચિત જાતીના લોકોના વરઘોડામાં બનેલી ઘટનાઓના કારણે લ્હોર અને ખંભીસર ગામમાંથી 300 લોકો ધર્મ પરિવર્તન કરવાના ફોર્મ લીધા છે અને તેઓ આવનારા દિવસોમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, અત્યાર સુધીમાં 1,000 કરતા વધારે લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે.