ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજે ( શનિવારે) આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલય પરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. જોકે, SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે (શનિવારે) મળેલી બેઠકમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.