ટૂલકિટ મામલે અગાઉ ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી દિલ્હી પોલીસે શાંતનુ અને નિકિતા નામના બે આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે દેશને બદનામ કરવા માટે આ ત્રણેયે મળીને ટૂલકિટ તૈયાર કરી હતી.
દિલ્હી પોલીસે ટૂલકિટ મુદ્દે દિશા રવિની બેંગ્લુરુમાંથી ધરપકડ કરી હતી. એ પછી નિકિતા જેકોબ અને શાંતનુ મુકુલ નામના વધુ બે આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. દિલ્હી પોલીસે નિકિતા અને શાંતનુ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે. દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે ભારતને વૈશ્વિક સ્તરે બદનામ કરવાના હેતુથી દિશા-નિકિતા અને શાંતનુએ મળીને ટૂલકિટ બનાવી હતી. ઝૂમ એપમાં મીટિંગ કરીને ત્રણેય આરોપીઓએ ષડયંત્રને પાર પાડયું હોવાનો આરોપ પણ દિલ્હી પોલીસે લગાવ્યો હતો.