કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા મુશ્કેલીમાં મુકાયા છે. બેંગલુરુની એક કોર્ટે યેદિયુરપ્પા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ યેદિયુરપ્પા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો કેસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર POCSO એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું.