પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે કેસ નોંધાયો હતો. આ કેસ હેઠળ અભિનેત્રી સામે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. રામપુરથી એમપી-એમએલએ કોર્ટ (MP-MLA Court) દ્વારા જયા પ્રદાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, તેમના જામીન લેનાર બંને જામીનદારો સામે પણ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આગામી સુનાવણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે.