ગુજરાતમાં ઘણા સમયથી PSI અને PIને પ્રમોશન મળવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 242 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં બિન હથિયારી 242 PSIની PI તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે. છેલ્લા કેટલાય સમયથી બિનહથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 03 જુને પોલીસ વડાની ઓફિસ દ્વારા દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ બેડામાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.