ભારતમાં પણ દક્ષિણ કોરિયાની જેમ કોરોના દર્દીઓ સારવાર બાદ ફરી કોરોનાની બીમારીની સપડાઈ રહ્યા છે.
ભારત સરકાર અને્ રાજ્યો માટે આ ચિંતાજનક સમાચાર છે. આ પહેલા દક્ષિણ કોરિયામાં આ પ્રકારના 91 કેસ સામે આવી ચુક્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હીને અડીને નોએડા વિસ્તારમાં એક યુવક અને એક યુવતી કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ તેમને સારવાર આપવામાં આવી હતી. એ પછી તેમનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો.જેના પગલે ડોક્ટરોએ તેમને ઘરે મોકલ્યા હતા. જોકે હવે તેમનો ફરી પોઝિટિવ રિપોર્ટ આવતા ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે. હવે તેમના સેમ્પલને ફરી એક વખત ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે.