અમદાવાદના નોક્ટરનલ ઝૂમાં હવે દિપડા પણ જોવા મળશે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા સંચાલિત આ રાત્રિ ઝૂમાં નિશાચર પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. આ નોકટરનલ ઝૂમાં દિપડા રાખવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા મળી છે. જેને અનુલક્ષી કર્ણાટકથી ત્રણ નર અને ત્રણ માદા દિપડાં અમદાવાદ લાવવામાં આવ્યાં છે. શહેરવાસીઓને આ રાત્રિઝૂમાં દિપડાં જોવા મળશે.