Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેટલીક વેબ સીરિઝમાં સેનાના જવાનોનું ખરાબ ચિત્રણ કરવા મામલે રક્ષા મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને પત્ર લખીને જણાવ્યું છે કે, ફિલ્મ, સીરિયલ અને વેબ સીરિઝમાં સેના અને અન્ય સુરક્ષા બળ સાથે સંકળાયેલી દ્રશ્યોને જોઈને પછી જ તેને NOC આપવામાં આવે.

રક્ષા મંત્રાલયે CBFCને જણાવ્યું છે કે, “સેનાની પ્રતિષ્ઠા ખરડાય તેવી કોઈ ખોટી વાત જનતા સમક્ષ ના જવી જોઈએ. આ બાબતનું બોર્ડે ખાસ ધ્યાન રાખવો પડશે. રક્ષા મંત્રાલયને તાજેતરમાં આવી કેટલીક ફરિયાદો મળી છે. જેમાં એક વેબ સીરિઝમાં સેનાના જવાનો અને તેમના યુનિફોર્મને ભદ્દી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આવું કરીને વેબ સીરિઝે વાસ્તવિક્તાથી વિપરીત સેના સહિત અન્ય સુરક્ષા બળની છબી ખરડાવવાનું કામ કર્યું છે.”

CBFCને પત્ર લખીને વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તે નિર્માણ કંપનીઓને સલાહ આપે કે, તેઓ રાષ્ટ્રહિતમાં આ પ્રકારની કોઈ વિવાદાસ્પદ દ્રશ્યો પ્રસારિત ના કરે. આ સાથે જ બોર્ડને આગ્રહ કર્યો છે કે, તે સેના સહિત અને સુરક્ષા દળો સાથે સંકળાયેલા દ્રશ્યો જોઈએ ફિલ્મ, સીરિયલ અને વેબ સીરિઝને NOC સર્ટિફિકેટ ઈસ્યુ કરે.

રક્ષા મંત્રાલયે આ મામલે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીને પણ વાકેફ કરી દીધા છે. રક્ષા મંત્રાલયે સેના પર આધારિત ફિલ્મ, સીરિયલ અને વેબ સીરિઝના પ્રસારણ પહેલા પ્રોડક્શન હાઉસને સેનાથી NOC લેવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, એકતા કપૂરની વેબ સીરિઝ “XXX અનસેન્સર્ડ”ને લઈને તાજેતરમાં વિવાદ થયો હતો. આ વેબ સીરિઝના એક એપિસોડમાં દર્શાવવામાં આવેલા એક દ્રશ્ય પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જેમાં એક મહિલા સેનામાં ફરજ બજાવતા પોતાના પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે શારીરિક સબંધો રાખે છે. આટલું જ નહીં, આ મહિલા પ્રેમીને પોતાના પતિનો સેનાનો યુનિફોર્મ પહેરાવે છે અને પછી તેને ફાડી નાંખે છે. આ દ્રશ્યને લઈને ભારે ઉહાપોહ મચ્યો હતો. જે બાદ એકતા કપૂરને માફી માંગવી પડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ