નાગરિકતા અંગેના નવા કાયદા (CAA)ની વિરુદ્ધ વિપક્ષની ભાષા બોલી રહેલા કેન્દ્ર સરકારના સાથી પક્ષ લોક જનશક્તિ પક્ષ (LJP)ના નેતા રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે નાગરિકતા તો જવા દો, પ્રજાના કોઇ પણ અધિકાર પર સરકાર હાથ નાખી શકે નહીં. પાસવાને સંકેત આપ્યો હતો કે LJP પણ આ કાયદા વિરોધી વલણ અપનાવશે જેથી બિહાર વિધાનસભાની ચૂ્ંટણીમાં પોતાને માર ન ખાવો પડે.