નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીએ આગામી બજેટને લઇને નાણામંત્રાલયને મહત્વની ભલામણ કરી છે. તેમણે આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ન કરવાની કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સલાહ આપી છે. તેમના મત મુજબ ભારતીય કોર્પોરેટ જગત પાસે રોકડની કોઇ ખોટ નથી, જેથી તેમને કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપવી હિતાવહ નથી. ખેડૂતોના દેવા માફી અંગે બેનરજીએ જણાવ્યું હતું કે, દેવામાફી આપવી એ અસરકારક બાબત નથી, દુષ્કાળના લીધે નુકસાન થયું તો માત્ર એજ ખેડૂતોને લાભ થશે જેમણે લોન લીધી હશે.