ચિકિત્સા, વિજ્ઞાન અને સાહિત્ય બાદ શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કારોની જાહેરાત (Nobel Prize 2022) કરવામાં આવી છે. આ વખતે નોબેલ પુરસ્કાર રશિયા, યુક્રેન અને બેલારુસના માનવાધિકાર કાર્યકર્તાઓ અને સંસ્થાઓને નામે રહ્યો. બેલારુસિયન માનવાધિકાર કાર્યકર્તા એડવોકેટ એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (Russian human rights organisation) સેન્ટર ફોર સિવિલ લિબર્ટિસને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.