મેડીસીનના ક્ષેત્રમાં યોગદાન માટે આજે નોબેલ પ્રાઈઝ કમિટીએ સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતો પાબોને મેડીસીન ક્ષેત્રના વર્ષ ૨૦૨૨ના નોબેલ પ્રાઈસ માટે પસંદ કર્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. સૌથી મહત્વનું છે કે જેનેટિક સાયન્સમાં પોતાના સંશોધન દ્વારા માનવના ઉદ્દભવ અને ઉત્ક્રાંતિ અંગે સંશોધન કરનાર પાબોના પિતાને પણ ૧૯૮૨માં સંયુક્ત રીતે મેડીસીન અને સાયકોલોજીમાં નોબેલ પ્રાઈસ મળ્યું છે.