મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ અંગે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે જેલ સિસ્ટમ સુધારવા માટેના પસાર કરાયેલા વિધેયક પર જવાબ આપતા કહ્યું કે, મુંબઈમાં એક ડિટેન્શન સેન્ટર બનાવાશે, જેમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રાજ્યમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને રખાશે. આ માટે મુંબઈ બીએમસી પાસે જમીન માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે, તે લોકો વિદેશી નાગરિક હોવાના કારણે તેમને જેલમાં ન રાખી શકાય. આ જ કારણે તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.