દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને નિષ્ફળ ગણાવી છે.
રાહુલ ગાંધીએ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીન રિપોર્ટને ટાંકીને કહ્યુ હતુ કે, નથી વેક્સીન અને નથી રોજગાર, તદ્દન ફેલ છે મોદી સરકાર......
રાહુલ ગાંધીએ જે રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાયુ છે કે, એપ્રિલમાં બેરોજગારી દર વધીને આઠ ટકા થયો છે. કોરોનાના મહામારી દરમિયાન જે પણ આકરા પ્રતિબંધો લગાવાયા છે તેની અસર દેખાઈ રહી છે. એપ્રિલ મહિનામાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.