કોમોડિટી માર્કેટના રોકાણકારો માટે સારા સમાચાર છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) દ્વારા કોમોડિટી ડેરિવેટિવ્સમાં કારોબાર પર કોઈપણ પ્રકારની ટ્રાજેક્શન ફી નહીં લેવામાં આવે તેમ જાહેર કરવામાં આવ્યું છે. બીએસઈ પહેલી ઓક્ટોબર, સોમવારથી કોમોડિટીમાં ટ્રેડિંગ શરૂ કરી રહ્યું છે. પ્રારંભના એક વર્ષ માટે કોમોડિટી ટ્રેડિંગમાં લેણદેણ શુલ્ક નહીં લેવામાં આવે.