ભારતીય રેલવે વિભાગે જાહેરાત કરી છે કે ડેબિટ કાર્ડથી રેલવે ટિકિટની બુકિંગ પર ગ્રાહકોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (લેણદેણ શુલ્ક) નહીં ચૂકવવું પડે. લેણદેણમાં આ છુટ રેલવેના ટિકિટ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટથી બુક કરવામાં આવેલી રેલવે ટિકિટ માટે પણ માન્ય ગણાશે. જોકે આ લાભ 1 લાખ રૂપિયા સુધીના મૂલ્યની ટિકિટ બુક કરાવનારાને મળશે.