કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર એક મોટો આરોપ કર્યો છે. આ અંગે જણાવતા તેમણે કહ્યું કે સરકાર પ્રેસ અને સોશ્યલ મિડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિનું સમર્થન કરે છે, પણ તેના દુરૂપયોગની વિરૂદ્ધ છે, અને તેને સહન નહિ કરે. તેમણે કોંગ્રેસ અને કેમ્બ્રીજ એનાલીટીકાના સંબંધોને લઇને પ્રશ્નો ઉભા કર્યા હતા.