ભાજપ પાર્લામેન્ટરીની ઉમેદવારો પસંદ કરવા માટે બેઠક ચાલી રહી છે આ બેઠકનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ભાજપ કોઈ પણ નેતાના સગાને ટીકીટ આપશે નહીં તેમજ ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના કોઇ પણ ઉમેદવારને ટીકીટ આપશે નહીં. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નેતાઓના કોઈ પણ સબંધીઓને ટિકીટ નહીં મળે. ભાજપે જાહેરાત કરી છે કે, 75 વર્ષથી ઉપરના ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ મળે.