નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટ સાથે કરદાતાઓ માટે જાહેર કરેલી નવી આવકવેરાની સ્કીમ પ્રમાણે રિટર્ન ફાઈલ કરનારને રૂ. ૭ લાખ સુધીની આવક પર કોઈપણ વેરો ભરવાની જવાબદારી આવશે નહિ. પગારદારને આપવામાં આવતું સ્ટાન્ડર્ડ ડિડક્સન રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૫૨,૫૦૦ કરવામાં આવ્યું છે. આવકવેરાની નવી સ્કીમમાં જ રૂ. ૫૨,૫૦૦નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવમાં આવશે.