દેશમાં કોરોનાના આંકડા ઓછા થઈ રહ્યા છે અને હવે દેશમાં મેડિકલ ઓક્સિજનની પણ કોઈ કમી નથી. પરંતુ આ અગાઉ એપ્રિલ-મે મહિનામાં દિલ્હી અને યુપીમાં ઓક્સિજનનું કેટલું મોટું સંકટ ઊભું થયું હતું તે ભૂલી શકાય તેમ નથી. ઓક્સિજન માટે લાંબી લાંબી લાઈનો ઠેર ઠેર જોવા મળી રહી હતી. ઓક્સિજન પર કેન્દ્ર સરકારના એક રિપોર્ટથી મોટો બખેડો ઊભો થયો છે. વિપક્ષ મોદી સરકાર સામે આકરા સવાલ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય સરકાર તરફથી મંગળવારે એક સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થઈ નથી.