૩ કૃષિ કાયદાના મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે યોજાયેલી ૯મા રાઉન્ડની મંત્રણા નિષ્ફળ રહેતાં હવે ૧૯ જાન્યુઆરીના રોજ બેઠક યોજાશે. બેઠકમાં ખેડૂત આગેવાનોએ ત્રણે કૃષિ કાયદા નાબૂદ કરવાની માગ પર નમતું જોખવાનો ઇનકાર કરી દીધો હતો જ્યારે સરકારે કાયદા રદ કરવાની માગનો અસ્વીકાર કરતાં તેમાં જરૂરી સુધારાના પ્રસ્તાવનો પુનઃઆલાપ કર્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેડૂત સંગઠનો સાથેની આજની બેઠકમાં કોઇ નિર્ણય પર પહોંચી શકાયું નહોતું તેથી હવે ૧૯મી જાન્યુઆરીએ બેઠક યોજાશે. અમે મંત્રણા દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવા આશાવાદી છીએ. કાતિલ ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો માટે સરકાર િંચંતિત છે.