ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકને લઈને મોટી જાહેરાત કરી છે. શાહે કહ્યું છે કે, લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની કર્ણાટક સરકારની ભલામણને કેન્દ્ર સરકાર નહીં સ્વિકારે. શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક અપ્લસંખ્યકોનો દરજ્જો આપવાના પગલાને હિન્દુઓને વિભાજીત કરનારો ગણાવ્યો છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી આ વિભાજન શક્ય નહીં બને.