તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અમ્બાણીની સેલેરી વાર્ષિક 15 કરોડ રુપિયા યથાવત રાખવામાં આવી છે. જેમાં તેમની પણ ઇચ્છા હતી કે તેઓ પગાર વધારો ન કરીને મેનેજરીયલ કમ્પેન્શન લેવલ પર મળતા ભથ્થા બાબતે એક મર્યાદા દર્શાવતું મોડેલ પ્રસ્થાપિત કરવા માગે છે.’