ગુજરાતમાં આજે લાખો શિક્ષિત બેરોજગારો છે, તે સ્થિતિમાં પણ રાજ્ય સરકાર નિવૃત થતાં અધિકારીઓને પ્રવૃત્ત રાખે છે. વિધાનસભામાં સરકારે કબૂલ્યું કે 2010 થી 2015 સુધીમાં 146 અધિકારીઓને નિવૃત્તિ પછી નિમણૂંક આપી છે. જેમાં વર્ગ-1ના 66, વર્ગ-2ના 46 અને વર્ગ-3ના 31 અધિકારીઓનો સમાવેશ થાય છે.