સીબીએસઇ દ્વારા ધોરણ-10ની ગણિતની પરીક્ષાને ફરી નહીં લેવાનો નિર્ણય લેવાયો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાને ફરીથી લેવાનું વિચારીશું. બોર્ડનું કહેવું છે કે પેપર લીકના પ્રકરણની કોપીઓ પર અસર પડેલી દેખાઇ નથી. એવામાં ફરીથી પરીક્ષા યોગ્ય રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે 10માની ગણિતની પરીક્ષા 28મી માર્ચના રોજ થઇ હતી.