નાણામંત્રાલયે શનિવારે એવું જણાવ્યું કે સરકારી નોકરીઓમાં જગ્યાઓની ભરતી પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી અને હરહંમેશ મુજબ ભરતી પ્રણાલીને ચાલુ રાખવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ જેવી સરકારી એજન્સીઓના માધ્યમ દ્વારા સામાન્ય ભરતી ચાલુ રાખવામાં આવશે. શુક્રવારે ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં જગ્યાઓના સર્જન માટેની આંતરિક પ્રણાલીની વાત કરવામા આવી છે અને તેમાં ભરતી પ્રણાલીમાં કાપકૂપની કોઈ વાત કરવામાં આવી નથી. નાણા મંત્રાલયના ઓર્ડરમાં એવું જણાવાયું કે નવી જગ્યાઓના સર્જન પર પ્રતિબંધ છે. ૧ જુલાઈ ૨૦૨૦ પછી કોઈ નવી જગ્યા ઊભી કરવામાં આવી હશે અને તે જગ્યા ભરવાનું જરૂરી લાગતું હોય તો તેની મંજૂરી માટેની દરખાસ્ત મોકલી શકાય છે.