ગુજરાતનાં નવા મંત્રીમંડળની આજે શપથવિધિ છે. ગાંધીનગરના રાજભવન ખાતે આજે (16 સપ્ટેમ્બર,2021) બપોરે 1.30 કલાકે આ શપથવિધિ સમારોહ યોજાવવાનો છે. જોકે, ગઇકાલે એટલે 15મી સપ્ટેમ્બરે મંત્રીમંડળ બનાવવામાં ગુજરાત ભાજપમાં અનેક ગડમથલો ચાલી રહી હતી. મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને કારણે સિનિયર નેતાઓના પત્તા કપાવવાની પ્રબળ શક્યતા વ્યાપી રહી છે. તો બીજીબાજુ મંત્રીમંડળમાં નવા, યુવાન, ટેકનોસેવી અને સ્વચ્છ છબીવાળા નેતાઓને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. જેના કારણે ગુજરાત સરકારનું આ મંત્રીમંડળ ટોટલ સરપ્રાઇઝ પેકેજ બની શકે છે.