વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલો ઉઠાવ્યા હતા. જે મામલે તેમની સામે ચાલી રહેલા કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિ. દ્વારા દાખલ માનહાનિ કેસમાં કેજરીવાલ સામે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી સમન્સને લઇને સુપ્રીમમાં અપીલ કરાઇ હતી.