ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને જાહેર કર્યું છે કે ધોરણ-10ની પરીક્ષાનું ગણિતનું પેપર ફરી નહીં લેવામાં આવે. ગણિતનું પેપર અઘરું હોવાની રજૂઆત સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડના સભ્ય પ્રિયવદન ખોરાટ અને નિદાત બારોટે ધોરણ-10ની ગણિતના પેપરની ફરી પરીક્ષા લેવા માટેની માંગણી કરી હતી. જોકે બોર્ડે મોડી સાંજે જાહેર કર્યું હતું કે પેપર બરોબર હોવાથી ફરી પરીક્ષા નહીં લેવાય.