Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. બેરોજગારીનો મુદ્દો ઉઠાવતાં સિદ્ધુએ મીડિયા સમક્ષ સત્તાવાર એજન્સીઓ અને કંપનીઓના આંકડા રજૂ કરીને દાવો કર્યો હતો કે મોદી સરકારમાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડયો. સિદ્ધુએ એક ટ્વિટ કરીને બેરોજગારી ઉપરાંત વર્લ્ડ બેન્ક પાસેથી લેવામાં આવેલા દેવા વિષે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રવિવારે એક ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું કે ,’સત્યમેવ જયતે, એઆઈસીસી પ્રેસ બ્રિફિંગ વખતે જોબ- લોસ મુદ્દે ચર્ચા થઈ. ના રામ મિલા, ના રોજગાર મિલા, બસ હર ગલીમેં મોબાઇલ ચલાતા બેરોજગાર મિલા.’  પત્રકાર પરિષદમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે. ભૂખમરા સૂચકાંક (હંગર ઇન્ડેક્સમાં)માં ભારત ૧૦૩મા સ્થાને છે. વિશ્વબેન્કે વિકાસશીલ ટેગ પાછી ખેંચી લીધી છે અને અવિકસિત (અન્ડરડેવલપ્ડ)ની ટેગ લાગી ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ