મહારાષ્ટ્રમાં રાજકીય અફરા તફરીનો માહોલ રવિવારે પણ જોવા મળ્યો. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે ટ્વીટ કર્યું કે, "હું NCPમાં જ રહીશ...પવાર સાહેબ જ અમારા નેતા છે. NCP-ભાજપ ગઠબંધન સ્થિર સરકાર આપશે." તેના જવાબમાં NCP પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટ કર્યું છે કે, "ભાજપ સાથે ગઠબંધનનો કોઈ જ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી...અજીત પવારનું નિવેદન ખોટુ છે. તેનાથી ગેરસમજ સર્જાઈ રહી છે. લોકો વચ્ચે ખોટો સંદેશ જઈ રહ્યો છે."