કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે સ્પષ્ટતા કરી છે કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહી આવે. રેલવે એ ભારતની સંપતિ છે. મુસાફરોને સારી અને આરામદાયક સુવિધા આપવા, રેલવે થકી અર્થવ્યવસ્થા વધુ મજબુત થાય તેવા કામ કરવામાં આવશે. જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. જેમ સરકારે બનાવેલા રોડ ઉપર ખાનગી વાહનો દોડે છે તે રીતે સરકારે બનાવેલા પાટા ઉપર ખાનગી ટ્રેન દોડે તેમાં ખોટુ કશુ નથી તેમ કહીને ખાનગી ક્ષેત્રે દોડતી રેલવેનો બચાવ કર્યો હતો.
લોકસભામાં વર્ષ 2021-22 માટે રેલ્વે વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે સામે આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક સાંસદો રેલ્વેનું ખાનગી કરણ કરી દેવામાં આવશે તેવી કોર્પોરેટ કંપની બનાવી દેવામાં આવશે તેવી વાતો કરે છે તે દુખદાયક છે.