રાષ્ટ્રપતિભવન ખાતે ગુરૂવારે સાંજે આયોજિત ભવ્ય સમારોહમાં શપથ ગ્રહણ કરતાં પહેલાં સવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાજઘાટ, અટલ ઘાટ અને નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી. નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પોતાની ફરજ બજાવતાં શહીદ થયેલાં બહાદૂર પુરૂષો અને મહિલાઓ માટે ભારત ગૌરવ અનુભવે છે. મેં રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે બહાદૂર જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. ભારતની એકતા અને અખંડતાની જાળવણીમાં અમારી સરકાર કોઇ પ્રયાસ બાકી નહીં રાખે. રાષ્ટ્રીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ગુરૂવારે સવારે કામકાજનો વહેલો પ્રારંભ કરતાં પીએમ મોદી સૌથી પહેલાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી ભાજપના પીઢ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધી સદૈવ અટલ સમાધિ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. અહીંથી પીએમ મોદી મધ્ય દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ નજીકના નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, આર્મી ચીફ જનરલ બિપિન રાવત, નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા અને વાઇસ ચીફ ઓફ એરફોર્સ એરમાર્શલ પણ જોડાયાં હતાં.