વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી છે કે હવેથી દર વર્ષે નહીં પણ દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરાશે. વર્ષ 2019થી તેનો અમલ કરાશે. આ ઉપરાંત પ્રવાસી ભારતીય દિવસ અગાઉ કાર્યક્રમ યોજી દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોના સંયુક્ત હિત અંગે ચર્ચા થશે. મોદી સરકારના આ નિર્ણયથી નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળે છે. પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત 2003થી થઈ હતી.