અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી Tauktae વાવાઝોડુ હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. હાલ રાજ્યમાં કોરોનાના હાહાકાર સાથે ટોક્તે વાવાઝોડું આવવાની સંભાવનાને કારણે અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ કોવિડ હૉસ્પિટલો જ્યાં આ વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, ઇલેક્ટ્રિસિટી બેકઅપ તૈયર કરી લે. તમામ હૉસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વીજકંપનીઓનાં કર્મચારીઓની 661 ટીમ ગોઢવવામાં આવી છે. આ સાથે પાવર બેકઅપ આશરે 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યાં છે. એક મિનિટ પણ કોઇપણ હૉસ્પિટલ પાવર વગર ન રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.