એક તરફ કોરોના રોગચાળાથી જનતા પરેશાન છે અને બીજી તરફ અમદાવાદ શહેરના સરદારનગર ટાઉનશીપ વિસ્તારના વરિષ્ઠ નાગરિકો છેલ્લા છ મહિનાથી પોસ્ટ ઓફિસના શાહીબાગ સ્થળાંતરથી ખૂબ નારાજ છે.
6 મહિના પહેલા, સરદાર નગર પોસ્ટ ઓફિસને નુકસાન થયું હતું, તે કારણે પોસ્ટ ઓફિસને હંગામી ધોરણે શાહીબાગમાં ખસેડવામાં આવી છે. સરદારનગરના નાગરિકોએ પોસ્ટ ઓફિસ વિભાગને મૌખિક અને લેખિત ફરિયાદ પણ કરી છે અને સરદારનગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ જલ્દીથી ખોલવા તાકીદ કરી છે.
પરંતુ તેઓ અહીં ફરીથી પોસ્ટ ઓફિસ ખોલવા માટે બિલકુલ તૈયાર નથી. હવે સરદારનગરના રહીશો એટલા બધા નારાજ છે કે તેઓએ એવી માગ કરી છે કે "જો પોસ્ટ ઓફિસ નહીં હોય તો મતદાન નહીં થાય".
તો બીજી તરફ પોસ્ટ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "અમે સરદારનગરમાં પોસ્ટ ઓફિસ ફરીથી ખોલવા માટે તૈયાર છીએ, પરંતુ ભાડુ ખૂબ વધારે છે, જે પોસાય તેમ નથી"