અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારના પાંચ મોટા મેદાનને પાર્કિંગ સ્લોટમાં તબદીલ કરી દીધા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ આમરણંત ઉપવાસ ક્યાં કરશે એ સવાલ ચર્ચાયો છે. હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને 25મી ઓગસ્ટથી નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. તંત્ર દ્વારા બાકીના ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટ જાહેર કરાયા છે.