ઉત્તરાખંડમાં કોઈ કતલખાનાને મંજૂરી આપવામાં નહીં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા કરવામાં આવી છે. દેવભૂમિમાં આવેલા તમામ સ્લોટર હાઉસ પણ બંધ કરવામાં આવશે. એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે નવા કતલખાનાને તો મંજૂરી નહીં જ મળે પણ અગાઉના પરમિટ પણ રદ કરાશે. ઉત્તરાખંડમાં ગૌવંશના સંરક્ષણ માટે ખાસ સ્કવોડ પણ કાર્યરત કરવામાં આવી છે.