ગુજરાત સરકારે પર્જન્ય યજ્ઞ કરવાનો નિર્ણય પડતો મુક્યો છે. વરસાદ લાવવા માટે આ યજ્ઞનું સમગ્ર રાજ્યમાં મહત્વના સ્થળોએ યોજવાનો નિર્ણય કરાયો હતો. રાજયના 33 જિલ્લા અને 8 મહાનગરમા પર્જન્ય યજ્ઞ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 31 મી મે ના રોજ પર્જન્ય યજ્ઞ થવાના હતા. જોકે હવે આ યજ્ઞ નહીં થાય.