વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી અંગે અંતે સ્પષ્ટતા કરી દીધી હતી. મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે મારો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય, દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આગામી વર્ષે નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવી પોતે નિવૃત થઇ જશે. તેથી ચર્ચાએ જોર પકડયું હતું કે મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે, એવામાં વડાપ્રધાને આ સ્પષ્ટતા કરી હતી.