કોર્ટો સમક્ષ કોઇ પણ પ્રકારની ફાઇલિંગમાં પક્ષકારોની જાતિ કે ધર્મનો ઉલ્લેખ નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા દેશની દરેક હાઇકોર્ટોને આદેશ આપ્યો છે કે કેસના મેમાં જાતિ કે ધર્મનો ઉલ્લેખ કરવામાં ના આવે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ એક કેસમાં પક્ષકારોની જાતિનો ઉલ્લેખ સામે આવ્યો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં પક્ષકારની જાતિ કે ધર્મને જાહેર કરવાની પરંપરા બંધ થવી જોઇએ.ે