સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કરાયેલી એક જાહેરાત અનુસાર ઉનાળુ સીઝનમાં નર્મદાનું પાણી સિંચાઈના હેતુસર આપવામાં આવતું નથી. તેથી સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગર જિલ્લામાંથી પસાર થતી લીંબડી શાખામાં વહેવડાવવામાં આવતું પાણી 15મી ફેબ્રુઆરી 2018 પછી ગમે ત્યારે બંધ કરી દેવામાં આવશે. અખબારોમાં પ્રસિદ્ધ આ જાહેરાતથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે. નર્મદાના પાણી મુદ્દે સરકાર સામે ખેડૂતોમાં નારાજગી વધી છે.