૩ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મુદ્દે ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઇ સહમતી ન સધાતાં શુક્રવારે ૧૧મા રાઉન્ડની બેઠક નિષ્ફળ રહી હતી. ખેડૂતો કાયદાની સંપૂર્ણ વાપસી અને એમએસપીની કાયદાકીય બાંયધરીની માગ પર અડગ રહ્યાં હતાં જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ નવા કૃષિ કાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવ પર પુનઃવિચારણા કરે. આ વખતે મંત્રણા માટે નવી તારીખ પણ નક્કી કરાઇ નથી.