આસામમાં હવે મુસ્લિમ લગ્નની નોંધણી કાજી દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે (22 ઓગસ્ટ) આ સંદર્ભે વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે, જેનો હેતુ બાળ લગ્ન પર પ્રતિબંધ મુકવાનો છે. આ માટે આસામ સરકાર ‘આસામ મુસ્લિમ લગ્ન ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બિલ, 2024’ લાવી છે. જો આ બિલ પસાર થઈ જશે તો મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી કરાવવી પડશે. જો કે, લગ્ન સમારોહ દરમિયાન મુસ્લિમ ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.