ભારતમાં મોબાઇલ ફોન ઓપરેટર્સ હવે આવનારા સમયમાં બીલ ઓછા નહીં કરી શકે. મોબાઇલ ફોન ગ્રાહકોને વધારે ડાટા અને ઓફરના લાભ મળતા રહેશે તેમ જાણકારોનું માનવું છે. રેવન્યું લોસ અને માર્જિન પ્રેશર હેઠળ ટેલિકોમ ઓપરેટર્સ પ્લાન સસ્તા કરવાને બદલે વધુ ડેટા અને આકર્ષક ઓફર આપી શકશે. જીઓ સામે ટક્કર લેવા ભારત એરટેલ, આઈડિયા અને વોડાફોને સસ્તા ટેરિફના લાભ ગ્રાહકોને આપ્યા હતા.