દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે અમારે ભલે ગમે તે કરવુ પડે પરંતુ અમે યોગ ક્લાસને બંધ નહિ થવા દઈએ. તેમણે કહ્યુ કે અમે દિલ્લીના લોકો માટે યોગ ક્લાસ શરૂ કર્યા છે. આખી દિલ્લીમાં લગભગ 17,000 લોકો યોગના ક્લાસ લઈ રહ્યા છે અને તેઓ તેનાથી સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યા છે પરંતુ ભાજપના દબાણને કારણે અધિકારીઓ તેને બંધ કરી રહ્યા છે.